Welcome to Science Center

રાજયનો સર્વાંગી તેમજ ઝડપી વિકાસ થાય તેમજ સામાજિક અને આર્થિક પરિવર્તન થઈ શકે તે માટેના આધુનિક સાધન તરીકે વિજ્ઞાન અને ટેકનોલોજીનો ઉપયોગ મહદઅંશે અનિવાર્ય છે. આધુનિક ટેકનોલોજી દ્વારા વિવિધ ક્ષોત્રો જેવા કે કૃષિ અને તેના આધારિત ઉદ્યોગ, ઈજનેરી ઉદ્યોગો, વાહન અને સદેશાવ્યવહાર, સિંચાઈ, બાંધકામ, પર્યાવરણ અને ગ્રાનવિકાસ જાહેર આરોગ્ય, તબીબી વિજ્ઞાન અને શિક્ષાણ વગેરેનો વિકાસ સપ્રમાણ અને ઝડપી થઈ શકે તે માટે રાજયે પંચવર્ષીય યોજનાઓ દ્વારા અનેકવિધ પ્રયાસો હાથ ધરેલ છે.

બાળકોમાં વૈજ્ઞાનિક વલણ વિકસાવવા અને તમના રોજબરોજના જીવનના નિર્ણયોમાં વૈજ્ઞાનિક અભિગમનદ વિકાસ કેળવાય અને વૈજ્ઞાનિક અભિગમથી સમાજમાં પ્રવર્તતી અંધશ્રદ્ઘા/વહેમ વગેરે નાબૂદ થાય તથા સામાજિક અને આર્થિક વિકાસ થાય તે માટે વૈજ્ઞાનિક જાગૃતિ કેળવવી ખૂબ જ જરૂરી અને અનિવાર્ય છે.

વિજ્ઞાન કેન્દ્રનાં ઉદ્દેશો
  • જીલ્લામાં અંધ શ્રધ્ધા નિમૂર્લન કાર્યક્રમો કરવા.
  • જીલ્લામાં દરેક તાલુકે વિજ્ઞાન કેન્દ્રો શરૂ કરવા.
  • જીલ્લા લેવલે એક મુખ્ય લોક ભાગીદારીથી સાયન્સ સેન્ટર બનાવવું.
  • જીલ્લામાં સાયન્સ સીટી બનાવવું.
  • જીલ્લામાં વિજ્ઞાન દિવસ, રાજીવ ગાંધી અક્ષય ઉર્જા દિન, રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ, મહિલા દિન વિગેરેની ઉજવણીઓ કરવી.
  • જીલ્લામાં ગણિત વિજ્ઞાનનાં શિક્ષકોને વિષયે તાલીમ આપવી.
  • જીલ્લામાં ધોરણ -૧૧ થી ૧૨ ના વિદ્યાર્થીઓને ગુજ્કોસ્ટની તાલીમ આપવી.
  • જીલ્લામાં વિજ્ઞાન મેળાનું આયોજન કરવું.
  • જીલ્લામાં જીલ્લા શિક્ષણાધિકારી અને પ્રાથમિક શિક્ષણાધિકારી સાથે શૈક્ષણિક સેમિનારો યોજવા.
  • જીલ્લામાં ગુજકોસ્ટ ધ્વારા થતાં કાર્યકમો જેવા સાયન્સ સેમીનાર, સાયન્સ ડ્રામા, સાયન્સ ક્વીઝ, શાળાઓમાં કરવી.
  • જીલ્લામાં જીલ્લા શિક્ષણ તાલીમ ભવન સાથે સંકલનમાં રહિ પ્રાથમિક શાળાઓમાં How to Teach કાર્યક્રમો કરવા.
  • જીલ્લામાં વિજ્ઞાન પ્રવાહની શાળાઓ વધે તેવા પ્રયાસો કરવા.
about-new

GUJCOST

GUJ

ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી (GUJCOST) રાજ્યની વિકાસ પ્રક્રિયામાં વિજ્ઞાન અને ટેકનોલોજી ના ઉપયોગ ને પ્રોત્સાહન આપવા માટે ઉત્પ્રેરક ભૂમિકા ભજવે છે, જે વર્તમાન પરિસ્થિતિઓને અનુરૂપ અને સુસંગત તકનીકો વિકસાવવા માટે રચાયેલું છે.

કાઉન્સિલ એક તરફ વૈજ્ઞાનિકો અને ઇજનેરોને તાલીમ આપવા અને બીજી તરફ નીતિ નિર્માતા ઓ તેમજ વહીવટકર્તા ઓ ને એક સામાન્ય પ્લેટફોર્મ પર લાવી ને વિકાસકર્તાઓ અને તકનીકોના વપરાશકર્તાઓ વચ્ચેની ક્રિયાપ્રતિક્રિયાને ઉત્તેજિત કરી રહી છે.

ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી (GUJCOST) રાજ્યની વિકાસ પ્રક્રિયામાં વિજ્ઞાન  અને ટેકનોલોજીના ઉપયોગ ને પ્રોત્સાહન આપવા માટે ઉત્પ્રેરક ભૂમિકા ભજવે છે જે વર્તમાન પરિસ્થિતિઓને અનુરૂપ અને સુસંગત તકનીકો વિકસાવવા માટે રચાયેલ છે.  

ગુજરાત સાથે દર વર્ષે 100 થી વધુ શાળાઓ ગુજકોસ્ટ સાયન્સ ક્લબ દ્વારા જોડાય છે. ક્લબ પોતાના બાળકો માટે તેમની શાળાઓ માં વિવિધ વૈજ્ઞાનિક પ્રવૃત્તિઓ કરે છે.

Copyright © dcscmehsana 2018 — All rights reserved.